નેપાળને ભારતે પાઠ ભણાવ્યો
copy image

આંખ બતાવનાર નેપાળને ભારતે પાઠ ભણાવ્યો છે. ભારત સરકારના પાડોશી દેશથી આવતી ચાની ચકાસણીના ફેંસલાથી નેપાળી ચા ઉદ્યોગને મોટો ઝટકો લાગ્યો છે. મળતી માહિતી મુજબ સરહદ પર ત્રણ લાખ કિલો ચા સડી રહી છે. આ ચાનો જથ્થો ભારતના ગોદામોમાં ફસાયેલો પડયો છે. નેપાળમાં જ ભારતને મોકલવાની થતી 10 લાખ કિલો ચા જમા થઇ ચૂકી છે. ટેસ્ટિંગ માટે ખેપ રોકી દેવાઇ હોવાથી નેપાળી ચા નિકાસકારોને ભારતીય સીમા પર લાંબી રાહ જોવી પડી રહી છે.ભારત સરકાર તરફથી ફસાઇએ કરેલા ફેંસલાથી પૂર્વ નેપાળની લગભગ 99 ચા ફેક્ટરીને અસર થઇ છે. સાથોસાથ નેપાળના 50થી વધુ નાના-મોટા ચાના બગીચાઓમાં કામ અટકી પડતાં હજારો મજૂરો બેરોજગાર બની ગયા છે. નવા નિયમ હેઠળ ઘરેલુ ખપત માટે ભારત આવતી ચાની 20 ટકા ખેપને તાત્કાલિક અસરથી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાશે. ભારતના આવા કડક નિયમથી બંને દેશના વેપારી સંબંધોમાં તાણ વધારે વકરી ગઇ છે.