ખનીજ ચોરી ઉપર અંકુશ લાવવા માટે ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર ખનીજ વહન કરતા બે ડમ્પરને પકડી ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ., ભુજ તથા શ્રી પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.
લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજને મળેલ ખાનગી બાતમીના આધારે ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી આધાર પુરાવા વગરના ખનીજ-રેતી ભરેલ ડમ્પરને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ
પોલીસ ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ રેડ કરી તપાસ કરતા ટાટા કંપનીનુ ડમ્પર જેના રજી નં.GJ-39-TA-5859 વાળાને ઉભુ રખાવી તપાસ કરતા વાહન ચાલક ભીમારામ ચતરારામ ઉ.વ.૨૮ રહે. ચાલર તા.રામસર જી.બાડમેર (રાજસ્થાન) વાળાના કબ્જાના વાહનમાં રેતી(ખનીજ) ભરેલ હોય જેનુ વજન કરાવી જોતા આશરે ૪૪,૪૨૦/- કિ.ગ્રા. હોય તથા અન્ય એક ડમ્પર જેના રજી.નં. GJ-39-TA-5523 વાળાને ઉભુ રખાવી તપાસ કરતા વાહન ચાલક વિરસ્મારામ પુંજારામ ઉ.વ.૨૯ રહે. -ચાલાર તા.રામસર જી.બાડમેર (રાજસ્થાન) વાળાના કબ્જાના વાહનમાં રેતી(ખનીજ) ભરેલ હોય જેનુ વજન કરાવી જોતા આશરે ૪૫,૬૩0/-કિ.ગ્રા હોય જે અંગે બન્ને વાહન ચાલકને પુછપરછ કરી રેતી ભરવા અંગેના આધાર પુરાવાની માંગણી કરતા કોઈ આધાર પુરાવા ન હોય જેથી ખાણ ખનીજ ધાર કલમ-૩૪ મુજબ ડમ્પર ડીટેઈન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે
PSI એમ એચ શીણોલ સાહેબ તથા ASI નિલેશભાઈ ભટ્ટ, અનિરુધ્ધસિંહ રાઠોડ, HC ધર્મેદ્રભાઈ રાવલ HC જીવરાજભાઈ ગઢવી, HC અશ્વીનભાઈ ગઢવી નાઓની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી