શ્રી નાના રેહા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો

ભુજ તાલુકાના શ્રી નાનારેહા પ્રાથમિક શાળા ખાતે માનનીય શ્રી વી.આર.રોહિત સાહેબ નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ ભુજના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આંગણવાડી ,બાલવાટિકા તેમજ ધોરણ એકના બાળકોના પ્રવેશ માટે યોજાયો હતો. કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના અને સ્વાગતગીત થી કરવામાં આવી હતી. આ પ્રસંગે આશાપુરા ફાઉન્ડેશન તરફથી પ્રવેશપાત્ર દરેક બાળકોને સ્કુલ બેગ અને શાળાના દરેક બાળકોને નોટબુકો તેમજ પારલેજી કંપની તરફથી વોટર બેગ અને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ તકે શિક્ષકની ઘટ હોય ત્યારે શિક્ષક અને નિઃશુલ્ક ટ્યુશન ની વ્યવસ્થામાં હંમેશા સહયોગી થનાર આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી ગજેન્દ્રસિંહજી જાડેજા સાહેબ અને સૌ દાતાશ્રીઓનો ઋણસ્વીકાર સહ આભાર માનવામાં આવ્યો હતો.
પ્રવેશોત્સવની સાથો સાથ શાળાના કર્મઠ શિક્ષિકા વૈશાલીબેન આર ખરચલીયા ની જિલ્લા ફેર બદલી થતાં તેમને શાળા પરિવાર તરફથી સ્મૃતિચિન્હ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગામના આગેવાનો સરૂપાજી જાડેજા, ગેલુભા જાડેજા, અજયસિંહ જાડેજા , રઘુવીરસિંહ સોઢા, આમદ થારીયા, પથુભા,જાડેજા વિક્રમસિંહ જાડેજા , કુલદીપસિંહ જાડેજા , આંગણવાડીના જયશ્રીબેન અને તાહિરાબેન,એસ.એમ.સી.ના સભ્યો, ગ્રામજનોએ હાજરી આપી હતી. સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય જટુભા રાઠોડ સાથે શિક્ષકો ઉર્વી મિસ્ત્રી, વિત્તલ પ્રજાપતિ, પરીશા પોપટ, ગૌતમ પ્રજાપતિ, અંકિત પ્રજાપતિ અને ભાવિક ચૌહાણ જોડાયા હતા.