માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ થયેલ ઘરફોડ/વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા અને આવી પ્રવુત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.
પોલીસ ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ રેડ કરી તપાસ કરતા એક ઇસમ મળી આવેલ અને તેના કબ્જાના મોટર સાઇકલ વાહનના મજકુર ઇસમને કોઇ આધાર પુરાવા કે બીલ બાબતે પુછતા નહી હોવાની હકીકત જણાવેલ.
યુક્તિ પ્રયુક્તીથી પુછપરછ કરતા સદર ઇસમે જણાવેલ કે સદર વાહન આશરે પાંચેક દિવસ પહેલા રાત્રીના સમયે સનરાઇજ સોસાયટી જુનાવાસ માધાપર ખાતેથી કરેલ છે જેથી સદર ઇસમને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)ઇ મુજબ અટક કરી અને બી.એન.એન.એસ. કલમ ૧૦૬ મુજબ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી :
વિજય ઉર્ફે વિજીયો રમેશગીરી ગોસ્વામી ઉ.વ.૨૬ રહે. સંજયનગરી ગ્રાન્ટ થ્રીડી હોટેલ પાસે કામરુદેશ તા.ભુજ
કબ્જે કરેલ કુલ્લે મુદ્દામાલ (જેની કુલ્લે કિં.રૂ.૨૫,૦૦૦/-)
હિરો કંપનીનું સ્પ્લેન્ડર મોટર સાયકલ જેના રજી. નંબર જોતા GJ-12- CB-9224 હોઇ જેની કી.રૂ. ૨૫,૦૦૦/-
- ડીટેક્ટ કરેલ ગુનો
માધાપર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૪૧૪/૨૦૨૬ બી.એન.એસ.ની કલમ ૩૩(૨) મુજબ
PSI એમ.એચ. શીણોલ સાહેબ તથા UHC રણજીતસિંહ જાડેજા, UHC જયદેવસિંહ જાડેજાની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી.