ધાણીપાસાના જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નખત્રાણા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ(ભુજ) તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ-કચ્છ(ભુજ) તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ-નખત્રાણા નાઓએ દારૂ-જુગારના સફળ કેશો શોધી કાઢવા તથા આ બદીને સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ,

જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ સદરબીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન નખત્રાણા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, સાંગનારા ગામની પશ્ચિમ બાજુ આવેલ સીમ વિસ્તારમાં મોમાય માતાજીના મંદિરની સામે આવેલ બાવળોની ઝાડીઓમાં ખુલ્લામાં અમુક ઇસમો ધાણીપાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહેલ છે તે બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી આરોપીઓને કોર્ડન કરી રોકડ રૂપિયા ૧૨,૭૦૦/- તથા ધાણી પાસા નંગ-૦૨ કિં.રૂ.00/- એમ કુલ્લે રૂ.૧૨,૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી મજકુર ઈસમો વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ સરનામુ:-

(૧) અદ્રેમાન ઇશાક બકાલી ઉ.વ.૩૭ મુળ રહે.વિંઝાણ તા.અબડાસા હાલે રહે.સંજોગનગર તા.ભુજ

(૨) મોસીન ખમુ બકાલી ઉ.વ.૨૮ રહે.અંગિયા મોટા તા-નખત્રાણા

નાશી જનાર ઇસમો:-

(૧) ઇદ્રીશ જાફર બકાલી મુળ રહે.અંગિયા મોટા તા.નખત્રાણા હાલે રહે.કોડકી રોડ, ભુજ

(૨) મમુ જેસા રબારી રહે.અંગિયા મોટા તા.નખત્રાણા

કબ્જે કરેલ મુદ્દામાલ:-

રોકડા રૂપિયા ૧૨,૭૦૦/-

ધાણી પાસા નંગ-૦૨ કિં.રૂ.૦૦/-

એમ કુલ્લે રોકડા રૂ.૧૨,૭૦૦/- નો મુદ્દામાલ

આરોપીનો ગુનાહિત ઇતિહાસ:-

(૧) અદ્રેમાન ઇશાક બકાલી ઉ.વ.૩૭ મુળ રહે.વિંઝાણ તા.અબડાસા હાલે રહે.સંજોગનગર તા.ભુજ

નખત્રાણા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૦૫૦૩૫૨૧૧૧૫૦/૨૦૨૬ જુગાર ધારા કલમ-૧૨

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી એ.એમ.પટેલ સાહેબના માર્ગદર્શન અને સુચના હેઠળ એ.એસ.આઇ. જયંતીભાઇ માજીરાણા તથા સબીરભાઇ બાયડ તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ. મોહનભાઇ આયર તથા નરેન્દ્રસિંહ સોઢા તથા મોહનભાઇ ગઢવી તથા મીતકુમાર પટેલ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ.