ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ મુંદરા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી મળેલ કે, ભુજપુર ખાતે રહેતો કનૈયા ઉર્ફે અઠો ધનરાજભાઇ ગઢવી જે અગાઉ મોટર સાયકલ ચોરીના ગુનામાં પકડાયેલ હતો તે એક શંકાસ્પદ મોટર સાયકલ લઇને નાના કપાયાથી શકિતનગર બાજુ આવે છે, ત્યારે બાતમીના આધારે વર્ક આઉટ કરી બાતમી વાળી જગ્યાએ આવતા એક ઇસમ મોટર સાયકલથી આવતા તેને રોકાવી ઇસમનું નામ પુછતા પોતે પોતાનું નામ કનૈયા ઉર્ફે (અઠો) ધનરાજ જાતે મંધરીયા (ગઢવી), ઉ.વ.૩૩, રહે.ભકિતધામ સોસાયટી, હનુમાનજીના મંદિરની બાજુમાં, ભુજપુર, મુળ રહે.પાંચોટીયા, તા.માંડવી-કચ્છ વાળો હોવાનું જણાવેલ આ ઇસમના કબ્જાના મોટર સાયકલના આધાર પુરાવા નહી હોવાનું જણાવેલ, ત્યારે આ ઇસમની ઘનિષ્ઠ પુછ પરછ કરતા આ મોટર સાયકલ ચોરીનુ હોવાનુ કબુલાત કરેલ આ સીવાય અન્ય ૩ (ત્રણ) જેટલી મોટર સાયકલ મળી કુલ્લ-૪ મોટર સાયકલ મુંદરા અને આદિપુર શહરેના અલગ-અલગ વિસ્તારોમાંથી ચોરી કરી વેંચી દિધેલ હોવાનું કબુલાત કરતા ચારેય મોટર સાયકલ કબ્જે કરી કિ.રૂા.૬૦,૦૦૦/- નો મુદામાલ સી.આર.પી.સી. કલમ – ૧૦૨ મુજબ કબ્જે કરી આ ઇસમને સી.આર.પી.સી. ૪૧(૧)(ડી) મુજબ ધોરણ સર અટક કરી મુંદરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.