ગાંધીધામમાં લોકો પાસેથી આંકડા લેતો શખ્સ ઝડપાયો
copy image

ગાંધીધામ શહેરના સેક્ટર-પાંચ સામે શનિવારી બજારની દીવાલ પર બેસી લોકો પાસેથી આંકડા લેતા શખ્સને પોલીસે ઝડપ્યો હતો. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ શહેરની શનિવારી બજારની નાની દીવાલ ઉપર સેક્ટર-પાંચ, ગુ.હા. બોર્ડ વિસ્તારમાં રહેનાર શખ્સ બેઠો હતો અને ત્યાં બેઠા બેઠા લોકો પાસેથી આંકડા લઇ રહ્યો હતો. તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને આ શખ્સને દબોચી લીધો હતો, તેની પાસેથી કાગળના છ પાના જેમાં શ્રીદેવી ટાઇમ્સ, કલ્યાણ ટાઇમ્સ, મિલન બજારના આંકડા લખેલા હતા તે તથા રોકડ રૂા. 1090 પોલીસે જપ્ત કર્યા હતા. આ શખ્સ ઉપર કોને આંકડા લખવતો હતો તે સામે આવ્યું નથી.