ગાંધીધામમાં જાહેરમાં જુગાર રમતા આઠ પતા પ્રેમીની અટક

copy image

copy image

ગાંધીધામ શહેરમાં બે જુદી-જુદી જગ્યાએ પોલીસે કાર્યવાહી કરી જાહેરમાં જુગાર રમતા આઠ પતા પ્રેમીઓને ઝડપી રોકડ રૂા. 3200 જપ્ત કર્યા હતા. મળતી માહિતી મુજબ શહેરના કાસેઝમાં આવેલા લાલ ગેટ પાસે ઓરડીઓની પાછળ પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં જાહેરમાં પત્તા ટીંચતા ચાર શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રૂા. 1800 જપ્ત કરાયા હતા. બીજી કાર્યવાહી શહેરના પીએસએલ ઝૂંપડાં વિસ્તારમાં કરવામાં આવી હતી. અહીં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લેવાયા હતા. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 1400 જપ્ત કરાયા હતા.