ભુજ મીરઝાપર હાઇવે પર અફરાતફરી. પેટ્રોલપંપ પાસે કોલસા ભરેલી ટ્રકમાં ભીષણ આગ

ભુજના મીરઝાપર વિસ્તારમાં પેટ્રોલપંપ નજીક એક કોલસા ભરેલી ટ્રકમાં ભયાનક આગ ભભૂકી ઉઠી છે
આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા

ઘટનાને પગલે હાઇવે પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા

પેટ્રોલપંપની બિલકુલ નજીક આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હતી

સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી

ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી

પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે

પેટ્રોલપંપ નજીકની આગે લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા