ગાંધીનગરમાં કરોડોની છેતરપિંડી પર લોહિયાળ બદલો. જિમમાં ઘૂસી છરી ધારિયાથી હુમલો, 11 ઝડપાયા

maramari

copy image

copy image

ગાંધીનગરમાં ₹1.10 કરોડની કથિત છેતરપિંડીનો વિવાદ લોહિયાળ બન્યો છે. જિમમાં બેઠક દરમિયાન છરી ધારિયા અને લાકડીઓ સાથે ત્રાટકેલા ટોળાએ બે યુવકો પર જીવલેણ હુમલો કરી કારના કાચ પણ ફોડી નાખ્યા હતા.

પોલીસ મુજબ એપ્રિલ 2025માં gaclની ડીલરશિપના નામે રૂ 15 લાખ અને જાન્યુઆરી 2026માં rtdc ચેરમેનના હોદ્દા માટે રૂ 50 લાખ લેવાયા હતા. કુલ ₹1.10 કરોડ લીધા પછી પણ ન ડીલરશિપ મળી ન હોદ્દો મળ્યો.

17 મેના રોજ બાકી રકમ મુદ્દે બોલાચાલી બાદ ભારતસિંહ ચંદાવતના જિમમાં બેઠક રાખી હતી. ત્યાં મહેન્દ્ર રાઠોડ અને અભિમન્યુસિંહ રાઠોડ 10 સાગરિતો સાથે હથિયારો લઈને પહોંચ્યા અને આજે હિસાબ પૂરો કરી દઈએ કહી હુમલો કર્યો હતો.

હુમલામાં ભારતસિંહ ચંદાવત અને ઉત્સવ પટેલને પીઠ હાથ પગ અને પેટના ભાગે છરીના ગંભીર ઘા વાગ્યા હતા. બંનેને હોસ્પિટલમાં ખસેડાયા છે. વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ હતી.

ઇન્ફોસિટી પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી 11 આરોપીઓને ઝડપી લીધા છે. તમામને હાથમાં દોરડા બાંધી ઘટનાસ્થળે લઈ જઈ ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે. પોલીસ છેતરપિંડી અને હુમલા બંને પાસાની તપાસ કરી રહી છે.