અંજાર તાલુકાના વરસામેડીની હરસિદ્ધિ સોસાયટીમાં યુવાન પરીણીતાના આપઘાત બાબતે તેના સાસરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

અંજાર તાલુકાના વરસામેડીની હરસિદ્ધિ સોસાયટીમાં યુવાન પરીણીતાના આપઘાત બાબતે તેના સાસરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ વરસામેડીની હરસિદ્ધિ પાર્ક સોસાયટીમાં રહેનાર યુવતીએ પોતાના માતાને મોબાઈલમાં સ્યૂસાઈડ નોટ મોકલાવી બાદમાં ફાંસો ખાઈ પોતાના જીવન રેખા ટૂંકાવી હતી.પડાણાની આ દિકરીના લગ્ન વરસામેડી ખાતે બે વર્ષ પહેલા થયા હતા તેના દામ્પત્ય જીવનમાં સંતાન ન થતાં તેના સાસુ-સસરા અને નણંદ માનસિક ત્રાસ આપતા હતા.તે દરમ્યાન આ યુવતીએ 35 લાઈનમાં સ્યૂસાઈડ નોટ લખી હતી જેમાં પોતાને ટોર્ચર કરાતી હોવાનું લખાણ લખ્યું હતું. તેના કાકાએ આ બનાવ અંગે યુવતીના સસરા સાસુ તથા નણંદ સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.