માંડવી તાલુકાના ઢુવા અનામત જંગલ વિસ્તારમાં દબાણની જમીન ખુલ્લી કરવામાં આવી
માંડવી તાલુકાના ઢુવા અનામત જંગલ વિસ્તારમાં દબાણની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી અનુસાર વન વિભાગે હાથ ધરેલી કાર્યવાહી દરમ્યાન 600 ચોરસ મીટર પરનું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું.માંડવી ઢુવા રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારના સર્વે નં. 370/93 પૈકી 109માં આવેલા જંગલ વિસ્તારમાં વન વિભાગની જમીન પર થયેલાં દબાણોને દૂર કરવામાં આવ્યાં હતાં.તે દરમ્યાન 600 ચોરસ મીટર સરકારી જમીન પરથી દબાણ હટાવવામાં આવ્યા હતા જેની અંદાજિત બજારકિંમત રૂા. 43.20 લાખ હોવાનું જણાવાયું હતું. વન વિભાગના જણાવ્યા મુજબ ગેરકાયદેસર દબાણોને લઈને અગાઉ સંબંધિત વ્યક્તિઓને નોટિસો આપવામાં આવી હતી. નોટિસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.