અંજાર તાલુકાના અજાપરમાં બંધ પડેલી કંપની ભાડે રાખવાનું કહી રૂા. 5,70,360ની છેતરપિંડી
અંજાર તાલુકાના અજાપરમાં બંધ પડેલી કંપની ભાડે રાખવાનું કહી કંપનીમાંથી રૂા. 5,70,360ની પ્લેટો લઇ જઇ બીજા વ્યક્તિ ને દઇ ત્યારબાદમાં કંપની ચાલુ ન કરતાં ઈસમ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ અજાપરમાં આવેલી સુરાણી પ્લાય નામની કંપની મુંબઇના એક ઇસમની છે જે તેમના ભત્રીજા સંભાળતા હતા. ત્યારબાદમાં તેમના ભત્રીજાએ આ મૂકી દેતાં કંપની બંધ પડી હતી. દરમ્યાન, કંપનીના માર્કેટિંગ હેડ તથા બનાવના ફરિયાદીએ આ કંપની ગાંધીધામના ઇસમને મહિને રૂા. 3,75,000 ભાડાંના હિસાબે ભાડે આપવા વાત કરી હતી. આ વાત ચાલી રહી હતી દરમ્યાન , ફરિયાદી આધેડે મેનેજર આ અંગે પૂછતાં રાત્રે ઈસમ ટ્રેક્ટર લઇને આવ્યો હતો અને પોતે આ કંપની ભાડે રાખી હોવાથી પ્લેટો લઇ જવાનું કહીને લઇ ગયો હતો તેવું બહાર આવ્યું હતું. ત્યારબાદમાં આ પ્લેટો બીજા વ્યક્તિને આપી દીધી હોવાનું ફરિયાદીના ધ્યાને આવ્યું હતું. આ બનાવ અંગે આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.