કચ્છ જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી માસ અંતર્ગત સઘન ઝુંબેશ: અલગ-અલગ વિસ્તારોમાં ૧૦ દરોડા પાડી બાળ શ્રમિકોનેમુક્ત કરાવાયા

૧૨મી જૂન એટલે કે “વિશ્વ બાળ મજૂરી નાબૂદી દિવસ” ની ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લામાં જૂન મહિના
દરમિયાન બાળ મજૂરી નાબૂદી માટે એક વિશેષ અને સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ અંતર્ગત મદદનીશ શ્રમ
આયુક્તની કચેરી, ગાંધીધામ-કચ્છ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ (Child Labour Task
Force) સાથે મળીને કુલ ૧૦ સ્થળોએ આકસ્મિક દરોડા (રેડ) પાડવામાં આવ્યા હતા.
માન.જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ અત્રેની મદદનીશ શ્રમ આયુકતની કચેરી દ્વારા ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ
(Child Labour Task Force) સાથે મળીને અલગ-અલગ ટીમો દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વ્યાપક તપાસ
હાથ ધરવામાં આવી હતી, જેમાં નીચે મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે:
 ભુજ ખાતે કાર્યવાહી: ભુજ શહેરમાંથી ૧ બાળ શ્રમિકને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યો છે. બાળ મજૂરી
કરાવનાર સંબંધિત સંસ્થા/માલિક વિરુદ્ધ કાયદેસરની એફ.આઈ.આર. (FIR) દાખલ કરવામાં આવી છે.
 નખત્રાણા ખાતે કાર્યવાહી: નખત્રાણા ખાતેથી પણ ૧ બાળ શ્રમિકને મુક્ત કરાવી, બાળ મજૂરી કરાવનાર સંબંધિત
સંસ્થા/માલિક વિરુદ્ધ કાયદેસરની એફ.આઈ.આર. (FIR) દાખલ કરવામાં આવી છે.
 માંડવી ખાતે કાર્યવાહી: માંડવી વિસ્તારમાંથી ૨ તરુણ શ્રમયોગીઓ (કિશોરો) ને મુક્ત કરાવી સંબંધિત સંસ્થાને કડક
નોટિસ ફટકારવામાં આવી છે. જો નોટિસનો સંતોષકારક જવાબ અથવા પૂર્તતા કરવામાં નહીં આવે, તો તે સંસ્થા
વિરુદ્ધ નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે.
 ઔદ્યોગિક એકમોમાં તપાસ: આ ઉપરાંત, અંજાર, ભચાઉ અને ગાંધીધામ ખાતે આવેલા વિવિધ નાના-મોટા ઔદ્યોગિક
એકમો, ફેક્ટરીઓ અને વ્યાપારી સંસ્થાનોમાં પણ સઘન ચેકિંગ હાથ ધરીને દરોડા પાડવામાં આવ્યા હતા.
“૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે મજૂરી કરાવવી એ કાયદાકીય ગુનો છે. કચ્છ જિલ્લાને બાળ મજૂરી મુક્ત
બનાવવા માટે તંત્ર કટિબદ્ધ છે. ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે.” કચેરી દ્વારા જિલ્લાના તમામ વેપારીઓ,
હોટેલ-ઢાબાના માલિકો અને ઔદ્યોગિક એકમોને કડક સૂચના આપવામાં આવી છે કે, તેઓ પોતાના એકમોમાં કોઈ પણ બાળ
શ્રમિકને કામે ન રાખે. જો કોઈ નાગરિકને ક્યાંય પણ બાળ મજૂરી થતી હોવાનું માલૂમ પડે, તો તુરંત જ શ્રમ વિભાગ અથવા
ચાઈલ્ડ હેલ્પલાઈનનો સંપર્ક કરવા વિનંતી છે.