કચ્છ જીલ્લા માં વર્ષો જુના ધાર્મીક સ્થળો ને દબાણ ગણી અને વહીવટી તંત્ર દ્વારા તોડવામાં આવી રહેલ છે. જે તાત્કાલીક અસર થી બંધ કરવામાં આવે

કચ્છ જીલ્લા માં નવા કલેકટર અનિલ રાણાવષિયા આવેલ છે. ત્યાર થી ખાસ કોઈ ઉદ્દેશ સાથે આવેલ હોય તે રીતે અત્યારે સમગ્ર કચ્છમાં વર્ષો જુના ધાર્મીક સ્થળો મંદિરો, મરજીદો, દરગાફઓ ને દબાણ નું રૂપ આપી તોડી પાડવામાં આવી રહેલ છે અને અત્યારે કચ્છમાં અનેક ધાર્મિક સ્થળો કોઈ નડતર ન હોવા છતા ગામતળ વિસ્તાર માં આવેલા અનેક ધાર્મિક સ્થળો ને કાયદાકીય પ્રોસીજર કશે વગર પોલીસ બંદોબસ્ત રાખી ધાર્મિક આસ્થા ના કેન્દ્રો ને જમીન દોષ કરવામાં આવી રહેલ છે જે ખુબજ ગંભીર બાબત છે.

કચ્છની ભૂમિ માં ૫૦૦ વર્ષ માં જુના ધાર્મિક સ્થળો ને પણ જે રીતે તોડવામાં આવી રહેલ છે તે બદલા ની ભાવના થી કામગીરી થતી હોય તેવું લાગી રહ્યું છે.

કચ્છ જીલ્લા માં અત્યારે ગામતળ વિસ્તાર માં પણ વરસો જુના ધાર્મિક સ્થળો અને મકાનો ને તોડી પાડવામાં આવેલ છે જે કોઈ પણ રીતે યોગ્ય નથી કારણ કે કચ્છ જીલ્લા ની વાત કરીએ તો વર્ષો જુના ગામો માં ગામતળના માલિકીના હક આધાર પુરાવા ક્ષેત્રફળ સાથે ના આપવા અઘરા હોય છે કારણકે અત્યારે ૯૭ x ગામો માં ગામતળ ની અંદર જે મકાનો કે બાંધકામ આવેલ હોય તેના પ્લોટોના ક્ષેત્રફળ રેકોડ પર તો માપ સાથે તો નોંધાયેલજ ન હોય અને માત્ર આકરણી રજીસ્ટરે મિલકત ચડેલ હોય છે જેમાં ક્ષેત્રફળના માપ કે ચતુરદિશા લખાયેલ હોતા નથી જેથી વહીવટી તંત્ર કોઈપણ શખ્સને તેમની મિલકતનો દબાણ ગણી અને દુર કરી શકે છે કારણકે અત્યાર સુધી સમગ્ર કચ્છમાં હિન્દુ હોય કે મુસ્લિમ હોય જેના ધાર્મિક સ્થળો, સમાજ ભવનો કે મકાનો સરકારી જમીન ઉપરજ બનતા હોય છે ત્યારે સરકારી કર્મચારી તેવા તલાટી કે ટીડીઓ કેમ અટકાવતા નથી અને બીજું કે મોટા ભાગના ગામડાઓ માં બાંધકામ ની મંજુરી લેવાની પ્રથાજ નથી અને નકશા પણ રજુ થતા નથી. જ્યાં પ્લોટ ના માપજ લખાયેલ નથી ત્યાં બાંધકામ ની મંજુરી પંચાયત કેવી રીતે આપી શકે તે પણ ધ્યાને લેવું જોઈએ.

દરેક ગામડાઓની મિલકતો ને કાયદા નું રૂપ આપવું હોય તો સરકારે પ્રથમ તો ગામની દરેક મિલકતનો માપ સાથે સર્વે કરી રેકોર્ડ બનાવવુ જોઈએ અને દરેક પ્રકારની બાંધકામની મંજુરી ફરજીયાત થાય તેવી જોગવાઈ થવી જોઈએ નહીતર સરકાર ગામતળ માં જઈ દબાણો કેવી રીતે હટાવી શકે આ બાબત પણ સરકારે વિચારવી જોઈએ.

દેશમાં આઝાદીની લડત હોય કે કચ્છ જીલ્લામાં બહારી આક્રમણો સામે હિન્દુ મુસ્લિમ તમામ સમજો સાથે મળી ઐતિહાસિક યુદ્ધો લડયા છે ત્યારે કોઈપણ કાર્ય પૂર્વગ્રહ રાખ્યા વગર કાયદાની મર્યાદામાં રહી અને કરવામાં આવે તે જરૂરી છે.જેથી શલે કચ્છ જીલ્લા માં અસંખ્ય ધાર્મિક સ્થળો દબાણ ના નામે દુર કરવામાં આવી રહેલ છે અને કોઇપણ દબાણ તોડતા પહેલા તેમના આધાર પુરાવાઓ માંગવામાં આવે અને ગામતળ વિસ્તાર માં જ્યાં કોઈ નડતર નથી તેવા આસ્થા ના કેનો ને તોડતા અટકાવવા માં આવે અને અત્યાર સુધી જેટલા દબાણો તોડયા છે તેની પણ તપાસ કરવામાં આવે અને કાયદા ની વિરુદ્ધ કોઈએ પણ કામગીરી કરેલ હોય તો તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ.

અત્યારે કચ્છ જીલ્લામાં લાખો એકર ગૌચર જમીન, સરકારી જમીન ઉપર રાજકીય નેતાઓના દબાણો છે જેના આધાર પુરાવા સાથે અવાર નવાર રજુઆતો પણ કરેલ છે તેવા દબાણો દુર નથી થતા પરંતુ ભેદભાવ રીતે કોઈ મલીન ઈરાદા થી કાર્યવાહી થાય છે તેવું દેખાઈ રહ્યું છે જેથી તાત્કાલિક આવા ધાર્મિક સ્થળો તોડવાનું બંધ કરવામાં આવે.

સરકારને રોડ, રેલ્વે, સિંચાઈ જેવી કામગીરી માટે દબાણો હટાવવાની જરૂરિયાત હોય તો સમજી શકાય પરંતુ કોઈપણ જાતના કારણ વગર કોઈને ડરાવવા ધમકાવવા માટે દબાણો દુર કરાય તે વ્યાજબી નથી.