પશ્ચિમ કચ્છ જીલ્લા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂ કિં.૨૨,૨૨,૫૯૨/- સહિત કુલ્લે રૂ. ૬૭,૬૨,૫૯૨/- નો મુદ્દામાલ પકડી પાડતી LCB

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચનાના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજની પોલીસ ટીમ દ્વારા મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ તથા વોચ દરમિયાન ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી. મળેલ બાતમી મુજબ રાસુભા તગજી સોઢા રહે. ખાનાય તથા બળવંતસિંહ ઉર્ફે બળુભા કીરીટસિંહ જાડેજા રહે. બરાયા તથા તેમના સાગરીતો ગુજરાત રાજ્ય બહારથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો સફેદ કલરની ટાટા હેરીયર કાર રજી. નં. GJ-12-FF-7638 માં ભરી કારાઘોધા ડેમ તરફના રસ્તેથી બરાયા તરફ લઈ આવવાના હોવાની હકીકત મળેલ.

આ બાતમીના આધારે સ્થળ ઉપર રેડ કરી તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશીદારૂનો મોટો જથ્થો, વિવિધ વાહનો તથા અન્ય મુદ્દામાલ મળી આવેલ. જેથી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમામ મુદ્દામાલ કબ્જે કરી પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૩૪૯/૨૦૨૬ ગુજરાત પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ.

આરોપીઓ :

રાસુભા તગજી સોઢા રહે. ખાનાય તા. અબડાસા,

બળવંતસિંહ ઉર્ફે બળુભા કીરીટસિંહ જાડેજા ઉ.વ. ૩૨. મુળ રહે. બસ સ્ટેશન પાછળ, બરાયા તા. મુન્દ્રા, જી. કચ્છ-ભુજ, હાલ રહે. મ.નં. ૯, કેશવમ રેસીડેન્સી, ગુંદાલા રોડ, મુન્દ્રા.

અજીતસિંહ પ્રેમસિંહ સોઢા ઉ.વ. ૨૪ રહે. ખાનાય તા.અબડાસા તથા તપાસમાં નિકળે તે.

♦️ કબ્જે કરેલ કુલ્લે મુદ્દામાલ (જેની કુલ્લે કિં.રૂ. ૬૭,૬૨,૫૯૨/-)

ભારતીય બનાવટના વિદેશીદારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-૨૯૪૦ તથા અલગ અલગ કંપનીના બિયર ટીન નંગ-૮૧૪ જે તમામની કિં.રૂ. ૨૨,૨૨,૫૯૨/-

ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાયેલા ફોરવ્હીલર નંગ-૦૩ જે તમામની કિં.રૂ. ૪૫,૦૦,૦૦૦/-

મોબાઇલ ફોન નંગ-૦૪ કિં.રૂ. ૪૦,૦૦૦/-

P/ એ.એમ. મકવાણા સાહેબ તથા PSI એમ.એચ. શીણોલ સાહેબ, ASI પ્રધ્યુમનસિંહ ગોહિલ, ASI અનિરૂદ્ધસિંહ રાઠોડ તથા HC મયુરધ્વજસિંહ જાડેજા, HC મુળરાજભાઈ ગઢવી, HC લીલાભાઈ દેસાઈ, HC રાજદીપસિંહ ગોહિલ, HC નવીનકુમાર જોષી, HC શક્તિસિંહ ગઢવી PC રામજીભાઈ રબારી, PC મહેશભાઈ ચૌહાણ. PC ભરતભાઇ ગઢવી તથા ડ્રા. મહેન્દ્રસિંહ જાડેજાની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી.