`વિશ્વ્ બાળ મજૂરી નાબૂદી દિવસ’ની ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી માટે સઘન ઝુંબેશ

copy image

copy image

`વિશ્વ્ બાળ મજૂરી નાબૂદી દિવસ’ની ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ અંતર્ગત મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, ગાંધીધામ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ સાથે મળીને 10 સ્થળે આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા.મળતી માહિતી મુજબ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા વિવિધ તાલુકાઓમાં વ્યાપક તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી છે. ભુજ શહેરમાંથી એક, નખત્રાણા ખાતેથી એક બાળ શ્રમિકને મુક્ત કરાવ્યો હતો. માંડવી વિસ્તારમાંથી બે તરુણ શ્રમયોગીઓને મુક્ત કરાવી સંબંધિત સંસ્થાને કડક નોટિસ ફટકારવામાં આવી. જો નોટિસનો સંતોષકારક જવાબ અથવા પૂર્તતા કરવામાં નહીં આવે, તો તે સંસ્થા વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે. અંજાર, ભચાઉ અને ગાંધીધામ ખાતે આવેલા વિવિધ નાના-મોટા ઔદ્યોગિક એકમો, ફેક્ટરીઓ અને વ્યાપારી સંસ્થાનોમાં પણ સઘન ચાકિંગ હાથ ધરીને દરોડા પાડવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લાને બાળ મજૂરી મુક્ત બનાવવા માટે તંત્ર કટિબદ્ધ છે. ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે. બાળ મજૂરી થતી હોય, તો શ્રમ વિભાગ અથવા ચાઈલ્ડ હેલ્પલાઈનનો સંપર્ક કરવા જણાવાયું છે.