અંજારમાં મશ્કરી કરનારા બે યુવાનો પર ધોકાથી હુમલો

copy image

copy image

અંજારમાં તુ તો બાવાજી જેવો લાગે છે તેવું કહેતા ચાર શખ્સોએ બે યુવાનો ઉપર હુમલો કર્યો હતો. જેમાં એકને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. સૂત્રોમાંથી મળતી મહિતી અનુસાર અંજારમાં રહેતા અને વિશ્રામગૃહ નજીક જોગમાયા સર્વિસ સ્ટેશન નામની દુકાન ચલાવતા ફરિયાદી ગત તા. 28/6ના દુકાને હતો ત્યારે તેનો મિત્ર પણ આવ્યો હતો. બાજુની દુકાનવાળાએ કહ્યું કે તુ તો બાવાજી જેવો લાગે છે તેવું કહેતા આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને બોલાચાલી કરવા લાગ્યો હતો. આ બંને મિત્રો ઉપર ધોકાવડે હુમલો કર્યો હતો. બનાવમાં ઘવાયેલા બંનેને સારવાર અર્થે લઈ જવાયા હતા. ત્યાં ફરિયાદીને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.