વરસામેડીમાં ધાણીપાસા ફેંકતા પાંચ ઝડપાયા : પાંચ ફરાર

copy image

copy image

અંજારના વરસામેડીમાં અંબાજીનગર-1ની સામેના ભાગે જાહેરમાં ધાણીપાસા ફેંકતા પાંચ શખ્સને પોલીસે ઝડપી રોકડ રૂા. 44,400 જપ્ત કર્યા હતા. મળતી માહિતી મુજબ વરસામેડીમાં અંબાજીનગર-1ની સામે કેનાલ પાસે બાવળની ઝાડીમાં અમુક શખ્સ ધાણીપાસા વડે જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં દોડી આવી હતી અને ધાણીપાસા ફેંકતા પાંચ શખ્સોને દબોચી લીધા હતા પાંચ શખ્સ નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 44,400 તથા ધાણીપાસા, ચાર મોબાઇલ અને સાત બાઇક એમ કુલ રૂા. 2,70,400નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.