માધાપરમાં સગીરા સાથે સોશિયલ મીડિયા મારફત મિત્રતા કેળવી છેડતી કર્યાની ફરિયાદ
copy image

માધાપરમાં સગીરા સાથે સોશિયલ મીડિયા મારફત મિત્રતા કેળવી છેડતી કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે માધાપર પોલીસ મથકે સગીરાના ભાઇએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેની 13 વર્ષીય બહેન સાથે ચારેક મહિના પહેલાં ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા મારફતે આરોપીએ મિત્રતા કેળવી હતી અને ફોનમાં પાડેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપી અલગ-અલગ જગ્યાએ લઇ જઇ શારીરિક છેડતી કરી હતી અને વાત કોઇને કહીશ, તો તને તથા તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સો સહિતની વિવિધ કલમ તળે ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.