ગાંધીધામ શહેરમાં પોલીસે દુકાનમાંથી રૂા. 46615ના દારૂ સાથે શખ્સની ધરપકડ
copy image

ગાંધીધામ શહેરમાં પોલીસે દુકાનમાંથી રૂા. 46615ના દારૂ સાથે શખ્સની ધરપકડ કરી હતી. નવી સુંદરપુરી ધોબીઘાટ વિસ્તારમાં આરોપી દિલીપ રામસિંગ પરમારના કબજાની દુકાનમાંથી પોલીસે પૂર્વ બાતમીના આધારે ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની રૂા. 6780ની કિંમતની 12 અને રૂા. 35660ની કિંમતની 238 બોટલ તથા રૂા. 4175ની કિંમતના 31 નંગ બિયરના ટીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહીમાં આરોપીની ધરપકડ થઈ હતી તેમજ અન્ય આરોપીની સંડોવણી સપાટી ઉપર આવી હતી. આ ઉપરાંત નવી સુંદરપુરી ગણેશ મંદિર પાછળ આરોપીના કબજાનાં મકાનમાંથી પોલીસે અંગ્રેજી દારૂના 45 ક્વાર્ટરિયા ઝડપી પાડયાં હતાં, જેની કિંમત રૂા. 6850 આંકવામાં આવી હતી. ગુનામાં સામેલ આરોપી પોલીસ પકડથી દૂર રહ્યો હતો.