ભુજ તા., કચ્છમાં અને મુન્દ્રા તાલુકામાં વર્ષારાણીનાં આગમનનાં પગલે અદાણી ફાઉન્ડેશન દ્વારા કાર્યાન્વિત ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત ૭ ગામોની ૧૭ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોએ ‘એક બાળ એક ઝાડ’ અંતર્ગત ૨૪૦૦ વ્રુક્ષોનુ શાળાના પ્રાંગણમાં વાવેતર કરી તેના ઉછેર અને જતનની પણ જવાબદારી સહર્ષ સ્વીકારી, અન્ય વિધાર્થીઓને રાહ ચીંધી હતી.અદાણી ફાઉન્ડેશનનાં ડાયરેક્ટર શ્રી વી.એસ.ગઢવીનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ અનોખા અને સામુહિક કાર્યક્રમમાં તમામ શાળાના આચાર્યોએ વ્રુક્ષ પર્યાવરણનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે મુન્દ્રા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી હરેશભાઈ પટેલ જોડાયા હતા. જયારે અદાણી ફાઉન્ડેશન કરસનભાઈ ગઢવીએ દરેક શાળામાં રોપા પહોંચતા કર્યાં હતા. આ ઉપરાંત જી.કે.જનરલ હોસ્પિટલ (ભુજ) ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કરી સર્વેને પ્રોત્સાહિત કર્યા હતા.