જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીની ત્રીમાસીક સમસ્યા નિવારણ સમિતિ ની બેઠક મળી

શ્રી પાર્થ કોટડીયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી, ભુજ (કચ્છ) ની અધ્યકક્ષતા માં કોન્ફ્ર્ન્સ હોલ, કલેક્ટર
કચેરી, ભુજ ખાતે તા. ૦૩/૦૭/૨૦૨૬ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીની ત્રીમાસીક
સમસ્યા નિવારણ સમિતિ ની બેઠક યોજાયેલ. બેઠક્માં જિલ્લા માં વસવાટ કરતા પુર્વ સૈનિકોને અને તેઓના પરિવાર
ને લગતી સમસ્યાઓના સમાધાન બાબતની ચર્ચા કરવા માં આવેલ હતી. બેઠક ના સચિવશ્રી, જિલ્લા સૈનિક કલ્યાણ
અને પુનર્વસવાટ અધિકારીશ્રી હિરેન એન. લીંબાચીયા, સમસ્યા નિવારણ સમિતિના સભ્યો તેમજ આમંત્રિત પૂર્વ
સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા.