માધાપર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૪ માં દાખલ થયેલ લુંટની કોશીશના ગુન્હામા છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને ઇન્દૌર(મધ્યપ્રદેશ)થી પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
માધાપર પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૫૦૩૯૨૪૦૧૩૮/૨૦૨૪ આઇ.પી.સી. કલમ ૩૯૪,૫૧૧,૪૫૨, ૩૨૪,૧૧૪ મુજબના ગુનામા આરોપીઓએ ફરીયાદીની દુકાનમાં ઘુસી લુટ કરવાના ઇરાદે ફરીયાદીને લોખંડના સળીયા વડે માથાના ભાગે તથા ડાબા હાથમા માર મારી ઓછી વતી ઇજાઓ પહોચાડી આરોપીઓએ ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી લુંટની કોશીષ કરેલ હતી ત્યારબાદ આજદીન સુધી ઉપરોક્ત ગુનામાં નાસતા-ફરતા હતા.
પોલીસ ટીમ દ્વારા ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસ આધારે મધ્યપ્રદેશના ઇન્દૌર ખાતે હોવાની હકીકત આધારે તપાસ કરતા ઉપરોક્ત ગુનામાં નાસતા ફરતા બન્ને આરોપીઓ મળી આવેલ જેથી મજકુર ઇસમોને પકડી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી સારૂ માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ :
સુનીલ રામગોપાલ ભાયલ ઉ.વ.૩૬ રહે. અજમેરા, ધાર(મધ્યપ્રદેશ)
દિનેશ ભગવાન ભાયલ ઉ.વ.૩૬ રહે. રાજપુરા, ધાર(મધ્યપ્રદેશ)
:+ બન્ને આરોપીઓ માધાપર પો.સ્ટે. પાર્ટ એ ગુ.૨.નં.૧૧૨૦૫૦૩૯૨૪૦૧૩૮/૨૦૨૪ આઇ.પી.સી. કલમ ૩૯૪,૫૧૧,૪૫૨,૩૨૪,૧૧૪ મુજબના ગુનામાં નાસતા ફરતા હતા.
PSI એમ.એચ. શીણોલ સાહેબ તથા ASI સુનિલભાઇ પરમાર તથા UHC રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી.