“માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે આધારે લોકલ કાઇમ બ્રાન્ચ. પશ્ચિમ કચ્છ-ભુજને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે રાકેશ ઠક્કર રહે. ધવલનગર, માંડવી તથા અન્ય ઇસમો રાકેશ ઠક્કરના કબ્જાની ફોર વ્હીલર કાર નં. GJ-03-FD-3615 માં આંક ફરકના આંકડાના આધારે રૂપિયા હાર-જીતનો જુગાર રમતા-રમાડતા હોવાની હકીકત જાણવા મળતા પોલીસ ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ સફળ રેડ કરવામાં આવી હતી.
રેડ દરમિયાન ત્રણ ઇસમો આંક ફરકના આંકડાના આધારે રૂપિયા હાર-જીતનો જુગાર રમતા-રમાડતા ઝડપાઈ આવ્યા હતા. સ્થળ પરથી રોકડ રકમ તેમજ જુગાર રમવા-રમાડવામાં ઉપયોગમાં લેવાયેલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ અંગે માંડવી પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૨૫૬/૨૦૨૬, જુગારધારા કલમ-૧૨(અ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કાયદાની જોગવાઈઓ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
કબ્જે કરેલ મુદ્દામાલ
રોકડ રૂપિયા-૧૧,૧૦૦/-
મોબાઈલ ફોન નંગ-૦૩ કિં.રૂ.૧૫,૦૦૦/-
એક ફોર વ્હીલર કાર કિં.રૂ.૬૦,૦૦0/-
પકડાયેલ આરોપીઓ :
- રાકેશ પ્રવિણકુમાર પલણ (ઠકકર) ઉ.વ.૪૩ રહે. ધવલનગર-૨ માંડવી
- જગદિશ વલ્લભજી પાંજરીવાલા (ખારવા) ઉ.વ.૪૮ રહે. ખારવા પાચાડો માંડવી
રાજુભા મેઘરાજજી ઝાલા ઉ.વ.૫૨ રહે.નવાપુરા માંડવી કચ્છ
PSI એમ.એચ. શીણોલ સાહેબ તથા ASI દેવજીભાઈ મહેશ્વરી, સુરજભાઈ વેગડા, UHC મુળરાજભાઇ ગઢવી, લીલાભાઇ દેસાઇ તથા રાજેશભાઇ ગઢવીની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી.