“ભુજ નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથી નિમીતે શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી.”

ભારતના પનોતા પુત્ર સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથી નિમિતે કચ્છ જીલ્લા ભાજપના પ્રભારી ફલજીભાઈ ચૌધરી, કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી શીતલભાઈ શાહ દ્વારા રાજેન્દ્ર પાર્ક સામે આવેલ તેમની પ્રતિમાને હારારોપણ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું.
ઉપરોક્ત પ્રસંગે કચ્છ-મોરબીના સાસંદશ્રી વિનોદભાઈ ચાવડાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું સ્વામી વિવેકાનંદજીએ વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો પરચમ લહેરાવનાર, ઓજસ્વી વક્તા અને યુવાનોના પ્રેરણાસ્ત્રોત હતા, તેમના ઉપદેશો લાખો લોકોને શક્તિ આપે છે તેમનું ગહન જ્ઞાન અને જ્ઞાનની અવિરત શોધ પણ ખૂબ જ પ્રેરક છે.
ઉપરોક્ત પ્રસંગે ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદ સમગ્ર જીવન પ્રેરણાદાયી છે, તેમણે ગુલામીના કપરા સમયમાં વિદેશમાં જઈને ભારતનો ડંકો વગાડયો હતો, જેને કારણે લોકોમાં ચેતનાની લહેર આવી હતી, આપણા દેશ, સમાજ અને સંસ્કૃતિની ઓળખ આખા વિશ્વમાં કરાવી હતી, આજે તેમની પુણ્યતિથી નિમિતે તેમને હું સત સત નમન કરું છું.
ઉપરોક્ત પ્રસંગે શ્રધ્ધાંજલિ અર્પણ કરતા ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી શીતલભાઈ શાહે જણાવ્યું હતું કે આજના દિવસે યુવા વર્ગને એક અપીલ કરું છું કે સ્વામી વિવેકાનંદજીના જીવન આધારિત પુસ્તકોનું વાંચન કરી તેને આત્મસાત કરી તેમણે બતાવેલા રસ્તા પર ચાલવાનો પ્રયત્ન કરે, આમ કરવાથી તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવશે અને આજના દિવસે ભુજના નગરજનો વતી સ્વામી વિવેકાનંદજીને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું
આ કાર્યક્રમ અંતર્ગત કચ્છ જીલ્લા ભાજપના પ્રભારીશ્રી ફલજીભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિતી હતી સાથે સાથે કચ્છ જીલ્લા ભાજપના મહામંત્રી ભીમજીભાઈ જોધાણી, કચ્છ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ આશીકાબેન ભટ્ટ, કચ્છ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ અશોકભાઈ હાથી, કચ્છ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હિતેશભાઈ ગોસ્વામી, ભુજ શહેર ભાજપના પ્રમુખ મીતભાઈ ઠક્કર, ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, ભુજ નગરપાલિકાના શાસકપક્ષના નેતા ધર્મેશભાઈ ગોર, ભુજ શહેર ભાજપના મહામંત્રી જીગરભાઈ શાહ, ભુજ શહેર ભાજપના મહામંત્રી જયદીપસિંહ જાડેજા, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ રચનાબેન શાહ, ભુજ શહેર ભાજપના મંત્રી ધીરેનભાઈ લાલન, ભુજ શહેર ભાજપના મંત્રી બિંદીબેન ભાટી, ભુજ નગરપાલિકાના નગરસેવકો હસ્મીતાબેન ગોર, રાજેન્દ્રસિંહ જાડેજા, શહેર સંગઠનના હોદેદારો તેમજ સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી.