ગાંધીધામમાં 25 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
copy image

ગાંધીધામમાં 25 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગાંધીધામના કાર્ગો એકતાનગરમાં સાત વર્ષનો લગ્નગાળો ધરાવનાર રમીલાબેન સોલંકીએ ગત દિવસે કોઈ અગમ્ય કારણોસાર લાકડામાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ યુવતીએ કયા કારણોસાર આ પગલું ભર્યું હસે તે સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.