Skip to content
આજરોજ પશ્ચિમ કચ્છ-ભુજ એલ.સી.બી.સ્ટાફના કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, કોડકી રોડ ચાર રસ્તાથી આગળ સંજોગનગર ત્રણ રસ્તાની ડાબી બાજુ આવેલ ભારતનગરમાં ખુલ્લા વ્ંડામાં અમુક ઇસમો ધાણી પાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડતા હોય જે બાતમી અન્વયે તુરંતજ વર્ક આઉટ કરી બાતમી હકીકત વાળી જગ્યાએ આવી રેડ કરતા આરોપીઓ. નં.(૧) મુનવર ગુલામ હુસેન, ઉ.વ.૩૬, રહે.ભારતનગર, પ્લોટ નં.૩૭, પાટવાડી નાકા બહાર, ભુજ નં.(ર) આશીફ અબ્દુલ ખલીફા, ઉ.વ.૩૪, રહે.ગ્રીનસીટી, અમનનગર ચોકડી, ભુજ નં.(૩) જાવેદ અનવરભાઇ લુહાર, ઉ.વ.૩૦, રહે.ભારતનગર પ્લોટ નં.૪૧, અપનાનગર-ર, પાટવાડી નાકા બહાર ભુજ નં.(૪) મહેબુબ આમદ ખલીફા, ઉ.વ.૪૫, રહે.ભારતનગર, પ્લોટ નં.૨, પાટવાડી નાકા બહાર ભુજ ન.(પ) અબ્દુલ આમદ સમેજા, ઉ.વ.૫૦, રહે.સાંઇબાબાના મંદિર પાસે, ટીબી હોટલ પાછળ, કેમ્પ વિસ્તાર, ભુજ.વાળાઓને રોકડા રૂા.૧૦,૪૪૦/- મોબાઇલ ફોન નંગ – ૫, કિ.રૂા.૨૫,૦૦૦/- બોલેરો કેમ્પર, કિ.રૂા.૨,૦૦,૦૦૦/- એકટીવા મોટર સાયકલ – ૩, કિ.રૂા.૭૦,૦૦૦/- તથા ધાણીપાસા નંગ-૦ર, કિં.રૂા. ૦૦-૦૦/- એમ કુલ્લે રૂપિયા ૩,૦૫,૪૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી ઉપરોકત પાંચેય આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવા તજવીજ હાથ ધરેલ, તેમજ આ જુગાર ધારાના કેસમાં પકડાયેલ તમામ પાંચેય આરોપીઓએ કેફી પીણુ પીધેલ હોય જુગાર ધારા સીવાય તમામ આરોપીઓ વિરૂધ્ધ પ્રોહિ. ધારા અંગે અલગથી ફરીયાદો દાખલ કરવા ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.