ગાંધીધામ શહેરના રેલવે મથકે બેગમાં દારૂ ભરીને આવેલા ઇસમને પોલીસે જડપ્યો

daru2

copy image

copy image

ગાંધીધામ શહેરના રેલવે મથકે બેગમાં દારૂ ભરીને આવેલા ઇસમને પોલીસે પકડી પાડયો હતો. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ ઈસમ પાસેથી 22,297ની 24 બોટલ જપ્ત કરવામાં આવી હતી. ગાંધીધામના રેલવે મથકે ગત સવારે રેલવે પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન કચ્છ એક્સપ્રેસ ટ્રેન આવતાં ભચાઉ તરફનો એક ઈસમ બેગ લઇને ઉતાવળમાં પડી જતાં પોલીસને શંકા જતાં આ ઇસમને રોકાવ્યો હતો અને તેની બેગમાંથી દારૂ મળી આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 750 મિ.લિ.ની 24 બોટલ કિંમત રૂા. 22,297નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.