નખત્રાણાના નેત્રામાં ધાણીપાસા વડે જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયા
copy image

નખત્રાણા તાલુકાના નેત્રામાં ધાણીપાસા વડે જુગાર રમતા છ ઇસમને પોલીસે પકડી પાડયા હતા.સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ નખત્રાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ખાનગી બાતમી મળતા, નેત્રાના મફતનગરની શાળા પાછળ ઢેબા ઉપર ધાણીપાસા વડે જુગાર રમાઇ રહ્યો હતો ત્યાં રેડ પાડતા છ ઇસમોને રોકડા રૂા. 5500ના મુદ્દામાલ સાથે ઝડપી ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.