“કચ્છના વાગડમાં મેઘરાજાની તોફાની બેટિંગ: રાપરમાં દોઢ કલાકમાં દોઢ ઈંચ વરસાદ, રસ્તાઓ બન્યા નદી”

copy image

copy image

કચ્છના વાગડ પંથકમાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. રાપર શહેરમાં માત્ર દોઢ કલાકમાં જ દોઢ ઈંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું.

ભારે વરસાદના કારણે ગુરુકુળ રોડ અને એસ.ટી. બસ સ્ટેન્ડ* સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર નદીઓ વહેતી જોવા મળી. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

તોફાની વાતાવરણ વચ્ચે રાપરના બાલાસરી ગામમાં અચાનક વીજળી ત્રાટકી. વીજળીના કારણે એક મોટું ઝાડ ધરાશાયી થયું અને તે સીધું વીજતાર પર પડતા આખો વીજપોલ જ તૂટી પડ્યો. જેના કારણે આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો.

ખડીર, રતનપર અને ખેંગારપર સહિતના વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ બાદ વાવાઝોડા જેવા તેજ પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી અને ત્યારબાદ વરસાદી ઝાપટાં પડ્યા.

સામખીયારીથી આડેસર સુધીની હાઈવે પટ્ટીમાં અડધાથી પોણો ઈંચ વરસાદ નોંધાયો. તે ઉપરાંત ભચાઉ, લાકડીયા, ચિત્રોડ અને ગાગોદર પંથકમાં પણ સારો વરસાદ પડ્યો.

કચ્છના અનેક વિસ્તારોમાં થયેલા આ વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. “જગતનો તાત” હવે ખેતીની તૈયારીમાં લાગી ગયો છે 🌧️

તંત્રને અપીલ: વીજળી અને પવનના સમયે ખુલ્લામાં ન નીકળો અને સાવચેતી રાખો