“PGVCLની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી: વરસાદ શરૂ થતા જ ગાંધીધામ-આદિપુર અંધકારમય બન્યું”
આજરોજ સાંજે વરસાદે ગાંધીધામ-આદિપુર શહેરમાં ધમાકેદાર એન્ટ્રી મારતા જ PGVCLની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી ગઈ.
વરસાદ શરૂ થતાની સાથે જ આખું શહેર સંપૂર્ણ અંધકારમય બની ગયું હતું. રોડલાઈટો બંધ થઈ જતા, રસ્તા પર પાણી ભરાતા અને ટ્રાફિક જામ થતા લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
અવારનવાર મેઈન્ટેનન્સ અને પ્રિ-મોનસુન કામગીરીના નામે પાવર કટ સહન કરતી જનતાને વરસાદ પડતા જ વીજળી ગુલ થઈ જતા ફરી એકવાર મુશ્કેલી પડી.
લોકોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. શહેરીજનો સવાલ છે કે કરોડોનો ખર્ચો કરીને પણ પ્રિ-મોનસુન કામગીરી ક્યાં ગઈ?
હાલ વરસાદની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે તંત્ર ક્યારે જાગશે તે સૌથી મોટો સવાલ છે.