ભારતીય બનાવટના વિદેશીદારૂ કિં.રૂ.૧૧.૧૬લાખનો મુદ્દામાલ પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચનાના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજની પોલીસ ટીમ દ્વારા મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ તથા વોચ દરમિયાન ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી. મળેલ બાતમી મુજબ ‘રાસુભા તગજી સોઢા રહે.સોઢા કેમ્પ ખાનાય તા.અબડાસા-કચ્છ” વાળાએ ગુજરાત રાજ્ય બહારથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મંગાવી તે જથ્થો બરાયા ગામની સીમમાં આવેલ કારાઘોઘા ડેમ વિસ્તારમાં આવેલ બાવળોની ઝાડીમાં રાખેલ હોવાની હકીકત મળેલ.

આ બાતમીના આધારે સ્થળ ઉપર રેડ કરી તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશીદારૂનો મોટો જથ્થો તથા અન્ય મુદ્દામાલ મળી આવેલ. જેથી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમામ મુદ્દામાલ કબ્જે કરી પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૩૫૫/૨૦૨૬ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ ૧૯૪૯ની કલમ ૬૫-(એ)(ઈ),૧૧૬(બી) મુજબ ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ.

♦️ પકડવાનો બાકી આરોપીઓ :

રાસુભા તગજી સોઢા રહે. ખાનાય તા. અબડાસા.

♦️ કબ્જે કરેલ કુલ્લે મુદ્દામાલ (જેની કુલ્લે કિં.રૂ. ૧૧,૧૬,૦૦૦/-)

ભારતીય બનાવટના વિદેશીદારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-૧૮૬૦ જે તમામની કિં.રૂ.

११,१८,०००/-

PI એ.એમ. મકવાણા સાહેબ તથા PSI એમ.એચ. શીણોલ સાહેબ, ASI પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા HC રાજદીપસિંહ ગોહીલ, HC શક્તિસિંહ ગઢવી, HC જીવરાજભાઇ ગઢવી, PC રામજીભાઇ રબારી, મહેશભાઈ ચૌહાણની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી.