અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર ‘અદાણી કોપર’ ગ્રેડ-એ કેથોડ્સ માટે લંડન મેટલ એક્સચેન્જની બ્રાન્ડ તરીકે નોંધણી

અમદાવાદ, ૭ જુલાઈ, ૨૦૨૬: અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ (AEL)ની પેટાકંપની કચ્છ કોપર લિમિટેડ (KCL)ને ‘બદાણી કોપર’ ગ્રેડ-એ કેથોડ્સ માટે લંડન મેટલ એક્સચેન્જ (LME)નું પ્રમાણપત્ર મળ્યું છે.
આ પ્રમાણપત્ર મળતાં કચ્છ કોપરના ઉત્પાદનો હવે વૈશ્વિક ઔદ્યોગિક ધાતુઓના વેપારના મુખ્ય કેન્દ્રમાં નોંધાઈ ગયા છે. આનાથી અદાણી કોપર કેથોડ્સ તા. ૧૦ જુલાઈ, ૨૦૨૬થી IME કોપર ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ સામે વોરંટ સાથે ડિલિવરી માટે યોગ્ય બની ગયા છે.
‘કોપર ગ્રેડ A. કોન્ટ્રાક્ટ માટે ગુડ ડિલિવરી બ્રાન્ડ તરીકે અદાણી કોપરની LMEમાં નોંધણી થવાથી અદાણી સમૂહ વિશ્વની અગ્રણી કોપર બ્રાન્ડ્સની કતારમાં સ્થાન મેળવ્યું છે. આનાથી તાંબાના ક્ષેત્રમાં અદાણીના પ્રવેશને આંતરરાષ્ટ્રીય માન્યતા અને વૈશ્વિક બજારમાં વિશ્વસનીયતા મળી છે.
અદાણી એન્ટરપ્રાઇઝિસના નેચરલ રિસોર્સિસના સીઈઓ અને કચ્છ કોપર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિનય પ્રકાશએ જણાવ્યું હતું કે, વૈશ્વિક ઉર્જા સંક્રમણમાં મહત્વની ભૂમિકા ભજવતા તાંબાના ઉત્પાદનને LME બ્રાન્ડનો દરજ્જો મળવાથી અદાણી સમૂહ વિશ્વના અગ્રણી કોપર ઉત્પાદકોમાં સ્થાન મેળવી શક્યો છે. આનાથી ભારત સ્થિતિસ્થાપક અને જવાબદાર સપ્લાય ચેઇન વિકસાવવામાં મહત્વનું યોગદાન આપી શકશે.-
તેમણે વધુમાં કહ્યું. “કચ્છ કોપરના અત્યાધુનિક આંતરમાળખા અને ESG ધોરણોના કડક અમલને કારણે જ આ મંજૂરી સમયસર મળી છે. આ એક સીમાચિહ્ન છે જે ભારતને સ્વચ્છ તાંબાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વનું પગલું છે.
LME બ્રાન્ડ પ્રમાણપત્ર મેળવવા માટે ઉચ્ચ ગુણવત્તા, રાસાયણિક રચના, આકાર અને વજન સહિતની કડક જરૂરિયાતો અને જવાબદાર સોર્સિંગ પ્રોટોકોલનું પાલન કરવું પડે છે. આ પ્રમાણપત્ર મેળવ્યા પછી અદાણી કોપર કેથોડ્સને LME-મંજૂર વેરહાઉસમાં વોરંટ તરીકે સંગ્રહિત કરી શકાશે. IME-લિસ્ટેડ ધાતુઓને કોલેટરલ તરીકે વાપરીને ધિરાણ મેળવવાની સુવિધા પણ વધે છે.
કચ્છ કોપરની સુવિધા વિશ્વના સૌથી મોટા સિંગલ-લોકેશન કોપર સ્મેલ્ટિંગ સંકુલોમાંનું એક છે. ૦.૫ મિલિયન ટન વાર્ષિક ઉત્પાદન ક્ષમતા અને ૧.૨ અબજ ડોલરના રોકાણ સાથે વિકસિત આ પ્લાન્ટ અત્યાધુનિક ટેક્નોલોજી, ઓટોમેશન અને ટકાઉ વિકાસના સિદ્ધાંતો પર આધારિત છે.
આ પ્રોજેક્ટ દેશમાં તાબાની આયાત પરની નિર્ભરતા ઘટાડીને વીજળીકરણ નવીનીકરણીય ઉર્જા અને ઉર્જા સંક્રમણ માટે ‘આત્મનિર્ભર ભારત’ના લક્ષ્યને મજબૂતી આપશે.
માધ્યમોની વધુ માહિતી માટે સંપર્ક: રોય પોલ my pmaticadam.com