ખંભરા વિસ્તારની છ વાડીમાંથી રૂા.35100 ની કિંમતના વાયરની ચોરી થઈ
copy image

અંજાર તાલુકાના ખંભરા વિસ્તારની છ વાડીમાંથી રૂા.35100 ની કિંમતના વાયરની ચોરી થઈ ગઈ હતી સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ ખંભરા વાડી વિસ્તારમાં ગત રાત્રિના 7.30 થી સવારે 5 વાગ્યા સુધીના અરસામાં આ ચોરીનો બનાવ બન્યો હતો. આ અંગેની ફરીયાદને ટાંકીને પોલીસે જણાવ્યુ હતુ કે અજાણ્યો ઈસમ સર્વ નં.152માંથી 65 કેબલ કિં.રૂા.10,400 તેમજ અન્ય પાંચ વાડીમાંથી બોરના કેબલ કાપીને ચોરી ગયા હતા ચોરાયેલા વાયર 10 અને 16 એમ.એમના હોવાનુ ફરીયાદમાં જણાવામાં આવ્યુ છે. આ ગુન્હાનો ભેદ ઉકેલવા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.