અંજારના નિંગાળમાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા 10 પત્તાપ્રેમીઓ જડપાયા

copy image

copy image

 અંજારના નિંગાળમાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા 10 ખેલીને પોલીસે પકડી પાડયા તેમની પાસેથી રોકડ રૂા. 41,450 જપ્ત કર્યા હતા. સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ નિંગાળ ગામમાં શેરીમાં અમુક ઇસમો ધાણીપાસા વડે જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસે અહીં રેડ પાડી હતી તે દરમ્યાન ગંજીપાના વડે નસીબ અજમાવતા 10 ખેલીઓને ઝડપી પાડયા હતા. પકડાયેલા આ ઇસમો પાસેથી રોકડ રૂા. 41,450, 8 મોબાઈલ, એક્ટિવા તથા બાઈકએમ કુલ રૂા. 1,09,450નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.