ભુવડની કંપનીમાં મશીનમાં આવી જતા શ્રમિકનું મોત

અંજારના ભુવડ નજીક આવેલી કંપનીમાં મશીનમાં આવી જતાં 28 વર્ષીય યુવાનનું મોત તા.7 : અંજારના ભુવડ નજીક આવેલી કંપનીમાં મશીનમાં આવી જતાં 28 વર્ષીય યુવાનનું મોત થયું હતું. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભુવડ નજીક આવેલી સૂર્યા કંપનીમાં ગત તા.6/7ના બનાવ બન્યો હતો. કંપનીમાં કામ કરતો યુવાન કંપનીમાં કામે હતો ત્યારે પડી જતાં તે મશીનમાં આવી ગયો હતો જેમાં તેને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચતાં તેને સારવાર અર્થે લઈ જવાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. આ બનાવોથી શ્રમિકોની સુરક્ષાનો મુદ્દો ફરીથી સપાટી પર આવ્યો છે.

મહિલા ટ્રેનની હડફેટે ચડતાં જીવ ખોયો બીજી બાજુ અપમૃત્યુનો બીજો બનાવ ચોપડવાથી ચીરઇ રેલવે ફાટક નંબર 766/33થી 763/33 વચ્ચે બન્યો હતો. જ્યાં ચોપડવામાં પ્લાયવુડ કંપનીમાં રહેનાર મહિલા કોઇ ટ્રેનની હડફેટે ચડતાં આ મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં તેણે પોતાનો જીવ ખોયો હતો.

ભુજના સહયોગ નગરમાં 29 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું જ્યારે ભુજના સહયોગ નગરમાં 29 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું . ભુજના નવી રાવલવાડીના સહયોગનગરમાં રહેતા યુવાને સવારે 9-30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી તેના પિતા તેને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર કરી હતી. ત્રણે બનાવની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધારિ છે