રાપરના પાબુધાર નજીક આખલાની હડફેટે ઘવાયેલા યુવાને દમ તોડયો

તા. 7 : રાપરના પાબુધાર નજીક આખલો આડો આવતાં ઘવાયેલા બાઈકચાલક યુવાને સારવાર દરમ્યાન દમ તોડયો હતો. વલ્લભપર વાડીવિસ્તારમાં રહેનાર ગણપત નામનો યુવાન ગત તા. 8/પના બાઈક લઈને ખરોડાવાંઢ લગ્નપ્રસંગે ગયો હતો. ત્યાંથી પરત આવતી વેળાએ પાબુધાર નજીક આખલો આડો આવતાં આ યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં તેને પ્રથમ રાપર બાદમાં વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. બનાવ અંગે તેના પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.