ભારાપર-જતાવીરા રોડ પર ટ્રેલર ફસાતા ટ્રાફિકનો થપ્પો, ડ્રાઈવર નાસી છૂટ્યો

નખત્રાણા તાલુકાના ભારાપરથી જતાવીરા જતા રોડ પર આજે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક ટ્રેલર રોડ વચ્ચે ફસાઈ જતાં સમગ્ર અવરજવર ઠપ્પ થઈ ગઈ હતી.

બન્યું એવું કે રોડની હાલત ખરાબ અને સાંકડી હોવાના કારણે ટ્રેલરનો ચાલક વાહન પરથી કાબુ ગુમાવી બેઠો અને ટ્રેલર રોડ પર ફસાઈ ગયું. હેરાનગતિની વાત તો એ છે કે અકસ્માત સર્જીને ટ્રેલરનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો.

ટ્રેલર રોડની વચ્ચે આડું ફસાઈ જતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ. કાર, બાઈક, ટ્રક સહિતના વાહનો કલાકો સુધી રસ્તામાં જ ઉભા રહી ગયા. સ્કૂલના બાળકો, નોકરીયાતો અને દર્દીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને તંત્રને જાણ કરી હતી.પરંતુ સવાલ એ છે કે આવા સાંકડા અને જર્જરિત રોડ પર ભારે વાહનોની અવરજવર ક્યાં સુધી?

રોડ પર આવા મોટા વાહનો ન આવવા દો ત્યાં સુધી આવી ઘટનાઓ રોજની બનશે અને સામાન્ય લોકોએ જ હેરાન થવાનું રહેશે.