ઈરાન સાથેનું યુદ્ધવિરામ હવે પુરું , તેમની સાથે વાત કરવી એ સમયનો બગાડ: ગુસ્સે ભરાયા ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને લઈને ભડકાઉ નિવેદન આપ્યું છે.તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ ઈરાન સાથે કોઈ પણ પ્રકારની નવી ડીલ કરવા માંગતા નથી અને તેમના મતે ઈરાન સાથે સમજૂતીનો દોર હવે પૂરો થઈ ચૂક્યો છે. ટ્રમ્પે જણાવ્યું , “મારા મતે, મને લાગે છે કે આ પ્રક્રિયા હવે પૂરી થઈ ગઈ છે. હું હવે તેમની સાથે કોઈ વ્યવહાર રાખવા માંગતો નથી. તેઓ નકામા લોકો છે… તેમનું નેતૃત્વ બીમાર માનસિકતા ધરાવતા લોકોના હાથમાં છે.”‘તેઓ બીમાર લોકો છે’: ટ્રમ્પનું નિવેદ તુર્કીના અંકારામાં ચાલી રહેલી NATO સમિટ દરમિયાન મીડિયા સાથે વાત કરતાં ટ્રમ્પે ઈરાની લોકો વિશે જણાવ્યું , ‘તેઓ બીમાર લોકો છે. હું તેમની સાથે કોઈ ડીલ કરવા માંગતો નથી. મને લાગે છે કે ઈરાન સાથે સમજૂતીનો દોર હવે ખતમ થઈ ચૂક્યો છે.’ ઈરાન ઉપરાંત NATO, ગ્રીનલેન્ડ અને સ્પેનને પણ લપેટમાં લીધા ટ્રમ્પે ઈરાન ઉપરાંત નાટો, ગ્રીનલેન્ડ અને સ્પેનને લઈને પણ તીખી ટિપ્પણીઓ કરી છે. તેમણે કહ્યું કે ઈરાન સાથે કોઈ નવી સમજૂતીની તેમની કોઈ ઈચ્છા નથી અને તેમના મતે આ મુદ્દો હવે ખતમ થઈ ચૂક્યો છે.