PM મોદીએ ઇન્ડોનેશિયાના ૧૦૦૦ વર્ષ જૂના પ્રમ્બાનન હિન્દુ મંદિરની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ત્રણ દિવસની ઇન્ડોનેશિયા મુલાકાતના છેલ્લા દિવસે એક ઐતિહાસિક હિન્દુ મંદિર પહોંચ્યા હતા. સૂત્રો માંથી મળતી મુજબ પીએમ મોદીએ અહીં યોગ્યાકાર્તા સ્થિત ૧૦૦૦ વર્ષ જૂના પ્રમ્બાનન મંદિરની મુલાકાત લીધી હતી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ભવ્ય મંદિર પરિસરની અદ્ભુત તસવીરો અને વીડિયો શેર કર્યા છે. ભારત હવે આ ઐતિહાસિક મંદિરના જીર્ણોદ્ધારમાં મહત્વની ભૂમિકા ભજવવાનું છે, જેના માટે બંને દેશો વચ્ચે એક લેટર ઓફ ઇન્ટેન્ટ પણ સાઇન કરવામાં આવ્યો છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત પીએમ મોદી અહીં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો (President Prabowo Subianto) સાથે પહોંચ્યા હતા. બંને નેતાઓએ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ માં સામેલ પ્રમ્બાનન મંદિરના સંરક્ષણ અને રિસ્ટોરેશન પ્રોજેક્ટ નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રોજેક્ટને ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સાંસ્કૃતિક સહયોગ નો એક મોટો માઇલસ્ટોન માનવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને મંત્રોચ્ચારનો વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું, “ઇન્ડોનેશિયાના પ્રમ્બાનન મંદિરમાં ઓમ નમઃ શિવાય.”