આધાર પુરાવા વગરની કોપરની પટ્ટીઓ સાથે બે ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
પોલીસ ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ રેડ કરી તપાસ કરતા બે ઇસમો મળી આવેલ અને તેમના કબ્જાના વાહનના પાછળના ભાગે કોપરની પટ્ટી ભરેલ હોઇ જે બાબતે મજકુર ઇસમો પાસે રહેલ સામાન બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ બાબતે પુછતા નહી હોવાની હકીકત જણાવેલ.
આરોપીઓ આ કોપરની પટ્ટીઓ ચોરી કે છળપકટથી મેળવી ભુજ ખાતે વેચવા માટે જઈ રહ્યા હોઇ અને બાતમી મુજબના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય જેથી બન્ને ઇસમોને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
આરોપીઓ :
કિશન અરજણ માંતગ ઉ.વ. ૩૧ રહે મતીયા કોલોની માધાપર તા. ભુજ (પકડાયેલ આરોપી)
- રાયબ સાલે સમા ઉ.વ. ૩૫ રહે કોટડા (ખાવડા) તા. ભુજ (પકડાયેલ આરોપી)
અજીજ અલીમામદ સમા રહે. માધાપર તા. ભુજ તથા સની કરશન દનીચા રહે. માધાપર તા. ભુજ તથા મામદ રફીક અદ્રીમ સમા રહે. કોટડા તા. ભુજ (પકડવાના બાકી આરોપીઓ)
- કબ્જે કરેલ કુલ્લે મુદ્દામાલ (જેની કુલ્લે કિં.રૂ. ૬,૮૦,૦૦૦/-)
અટીંગા કાર રજી.નં. GJ 12 CT 4857 કિં.રૂ. ૫,૦૦,૦૦૦/-
- કોપરની પટ્ટીઓ જેનો વજન ૩૦૦ કી.ગ્રા. કુલ્લે કિં.રૂ. ૧,૮૦,૦૦૦/-
PSI એમ.એચ. શીણોલ સાહેબ તથા ASI અનિરૂધ્ધસિંહ રાઠોડ, ASI નિલેશભાઇ ભટ્ટ તથા UHC ધર્મેદ્રભાઇ રાવલ, UHC શક્તિસિંહ ગઢવી, UHC જીવરાજભાઈ ગઢવીની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી.