આધાર પુરાવા વગરના એલ્યુમીનીયમના વાયરો સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
પોલીસ ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ રેડ કરી તપાસ કરતા ત્રણ ઇસમો મળી આવેલ અને તેમના કબ્જાના વાહનના પાછળના ભાગે એલ્યુમીનીયમના વાયોરાના ગુચડા ભરેલ હોઇ જે બાબતે મજકુર ઇસમો પાસે રહેલ સામાન બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ બાબતે પુછતા નહી હોવાની હકીકત જણાવેલ.
આરોપીઓ આ એલ્યુમીનીયમના વાયોરાના ગુંચડા ચોરી કે છળપકટથી મેળવી ભુજ ખાતે વેચવા માટે જઈ રહ્યા હોઇ અને બાતમી મુજબના મુદામાલ સાથે મળી આવેલ હોય જેથી ત્રણેય ઇસમોને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
: આરોપીઓ :
- સોયબ સુલેમાન સમેજા ઉ.વ. ૨૬ રહે સુમરાસર (શેખ) તા.ભુજ
- રિઝવાન સુલેમાન સમેજા ઉ.વ. રર રહે સુમરાસર (શેખ) તા.ભુજ
કબ્જે કરેલ કુલ્લે મુદ્દામાલ
એલ્યુમીનીયમના વાયરોની ૫૦૦ કી. ગ્રા. કિ.રૂ. ૭૫,૦૦૦/-
લોડીંગ પીકઅપ રજી.નં. જીજે ૦૬ એ.એક્સ. ૯૪૫૩ કિ.રૂ. ૩,૦૦,૦૦૦/-
PSI એમ. એચ. શીણોલ સાહેબ તથા ASI અનિરૂધ્ધસિંહ રાઠોડ, ASI નિલેશભાઈ ભટ્ટ તથા UHC ધર્મેદ્રભાઇ રાવલ UHC શક્તિસિંહ ગઢવી, UHC જીવરાજભાઈ ગઢવીની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી.