રાપર શહેરમાં પોલીસનો સૌથી મોટો સપાટો: બજાર વચાળે ભુતીયા કોઠા પાસેથી ‘Ketamine’ ડ્રગ્સના જથ્થા સાથે સોની યુવક ઝડપાયો!

image-120

NO DRUGS IN EAST KUTCHH” ઝુંબેશ હેઠળ પૂર્વ કચ્છ આઈજી અને એસપીની સૂચનાથી રાપર પોલીસે રતનેશ્વર જ્વેલર્સ પાસે રેડ કરીને ૨૫ વર્ષીય તુષાર સોનીને કિંમતી ડ્રગ્સ અને આઇફોન સાથે રંગેહાથ દબોચ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ નેટવર્કના તાર સીધા ગાંધીધામ અને અંજાર સુધી લંબાયા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે! ડ્રગ્સ સપ્લાય કરનારા ગાંધીધામના ઈમરાન અને અંજારના સમીર રાયમાની સંડોવણી બહાર આવી છે