મુંદરાતાલુકાના લુણીમાં શ્રમિકની 16 વર્ષીય સગીરાએ ગળેફાસો ખાઈ પોતાનું જીવન ટુકાવ્યું
copy image

મુંદરાના લુણીમાં શ્રમિકની 16 વર્ષીય સગીરાએ ગળેફાસો ખાઈ પોતાનું જીવન ટુકાવ્યું હતું સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ મુંદરાતાલુકાના લુણી લડાલા રેલવે સ્ટેશનમાં આવેલી શ્રમિક વસાહતની ઓરડીમાં રહેતા શ્રમિકની 16 વર્ષની પુત્રીએ ગત બપોરે કોઇ અગમ્ય કારણોસર પોતાના રહેણાકની ઓરડીમાં લાગેલા લોખંડના એંગલમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ પોળતાની જીવન રેખા ટુકાવી હતી.આપઘાત કરી લીધાની વિગતો મુંદરા પોલીસ મથકે જાહેર થતાં પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.