“ પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારના કુંદરોડી ગામ ખાતે થયેલ મર્ડરના આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડતી પ્રાગપર પોલીસ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી, શ્રી ચિરાગ કોરડીયા સાહેબ (IPS) સરહદી રેન્જ, ભુજ નાઓના માર્ગદર્શન મુજબ પશ્ચિમ કચ્છ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ (IPS) નાઓ તથા મદદનીશ પોલીશ અધિક્ષકશ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ, મુંદરા વિભાગ મુંદરા દ્વારા ગુનાઓના આરોપી શોધી કાઢવા સૂચના કરેલ હોય જે અન્વયે નીચે મુજબની પરીણામલક્ષી કામગીરી કરવામાં આવેલ છે
ગુન્હાની મુળ ઘટનાનું વર્ણન:- પ્રાપર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૩૫૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા કલમ
૧૦૩(૧),૫૪ મુજબ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુનો ગત તા.૦૭/૦૭/૨૦૨૬ના ક.૨૩/૧૫ વાગ્યે જાહેર થયેલ હોય જે કામે મરણજનાર અબ્દુલ્લા હુસેન પઠાણ ઉ.વ.૭૩ રહે.કુંદરોડી તા. મુંદરાવાળા ને આ કામના આરોપી નં. ઇમ્તીયાઝ કાસમ હાલેપીત્રા રહે – કુંદરોડી તા.મુંદરા અને આરોપી નં. (૨) હરદિપસિંહ અજીતસિંહ સોઢા રહે – કુંદરોડી તા.મુંદરાવાળાઓએ મરણજનારને લોખંડના પાઇપથી માથામાં કાન પાસે તથા આંખ પાસે તથા હાથ-પગે માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી નાશી ગયેલ હોય અને સુંદર બનાવ હત્યાનો હોય જેથી ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧),૫૪ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ આરોપી શોધી કાઢવા કરેલ કામગીરી:- આ કામે પ્રાગપર પોલીસ સ્ટેશનના સવેલન્સ સ્ટાફના કર્મચારીઓને
ગંભીર પ્રકારના ગુનાના નાસી જનાર આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય જે માટે પોલીસ અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી જે ટીમોએ ટેકનીકલ તથા હ્યુમન સોર્સ આધારે સતત પ્રયત્નો કરી સદરહુ ગુનાને આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ ៦.
અટક કરેલ આરોપીઓના નામ:-
(૧) ઇમ્તીયાઝ કાસમ હાલેપૌત્રા ઉ.વ.૨૪ રહે – કુંદરોડી તા. મુંદરા
(૨) હરદિપસિંહ અજીતસિંહ સોઢા ઉ.વ.૩૦ રહે-કુંદરોડી તા.મુંદરા
આ કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ :-
આ સફળ કામગીરીમાં પ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.કે.ભરવાડ તથા પોલીસ ઇન્સપેક્ટરશ્રી ડી.એમ.ઝાલા મુંદરા-મરીન તથા એ.એસ.આઇ. રવજીભાઈ ગોવિંદભાઇ તથા ગોપાલભાઇ દામજીભાઈ પો.હેડ કોન્સ. ઈશ્વરભાઇ ચમનાજી તથા રાજ આર. જેસર તથા પો. કોન્સ. સામત એસ. ગઢવી તથા પો. કોન્સ લાલજી આર. આલ તથા કલ્પેશભાઇ જામાભાઇ તથા એલ.સી.બી. સ્ટાફના મહેશ બાબુજી ચૌહાણએ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા