Skip to content
શહેરના સંજયનગરી વિસ્તારમાં રહેતા શખ્સના મકાનમાં બાતમીના આધારે એસઓજીએ છાપો મારી ર.૭૬ કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્યનાઓએ રાજ્યમાં કેફી અને માદર પદાર્થોના સેવનની પ્રવૃત્તિને નેસ્ત નાબુદ કરવા માટે સુચના કરેલ હોઈ જે, અંતર્ગત કેફી અને માદક પદાર્થોના સેવર હેરફેર વેપાર પ્રવૃત્તિને સદંતર રીતે ડામવા માટે રેન્જ આઈ.જી. ડી.બી. વાઘેલા તથા પશ્ચિમકચ્છ પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયાના માર્ગદર્શન હેઠળ એસઓજીના એએસઆઈ વાછિયાભાઈ ગઢવીને મળેલી પૂર્વ બાતમીના આધારે સંજયનગરી ભુજમાં રહેતા રઝાક જાકબ સન્ના (ઉ.વ. ર૮) (રહે મૂળ કમાગુના, તા. ભુજ)ના મકાનમાં છાપો મારી ૧ર,૪પ૦ની કિંમતનો ર કિલો ૭૬ ગ્રામ ગાંજો વજનિયા, મોબાઈલ સહિત ૧૩,૦પ૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે બી ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસનો ગુનો નોંધાવ્યો હતો. આરોપીએ ગાંજો કયાંથી મેળવેલ અને કેટલા સમયથી વેપલો કરતો હતો, તે જાણવા પીએસઆઈ એન.એમ. ચૌધ્રીએ રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરેલ છે.