મુન્દ્રા સ્વામિનારાયણ મંદિરમાં હિમાલય દર્શન ખુલ્લું મુકાયુ

બારોઇ રોડ મધ્યે પારસ નગર ખાતે આવેલ નૂતન સ્વામિનારાયણ મંદિરે હિંડોળા પ્રદર્શન, હિમાલય દર્શન તેમજ પાંચાળા દર્શનને સંતોના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ હિંડોળા પ્રદર્શનમાં ભુજ મંદિરના વડીલ સંતોએ સતસંગનો લાભ ભક્તજનોને આપ્યો હતો. સંતોએ  હિંડોળા-પ્રદર્શન બનાવવામાં સેવા કરતા યુવાનો-દાતાઓનું સન્માન કર્યું હતું આ પ્રસંગે ભુજ મંદિરથી પધારેલ સ્વામી પ્રેમપ્રકાશદાસજી, સ્વામી દેવકૃષ્ણદાસજી, સ્વામી હરિદાસજી, સ્વામી નીલકંઠચરણદાસજી, કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી, સુખદેવસ્વરૂપદાસજી સ્વામી, શા.શ્રી કૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી, શ્રી સુખનંદનદાસજી સ્વામીએ હરિભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. ત્યારબાદ સાંખ્યયોગી બહેનો દ્વારા ધાર્મિક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ જેમાં ભાગ લેનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. સત્સંગ સભા બાદ યોજાયેલ મહાઆરતીમાં બહોળી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. મહેશભાઈ ઠકકર તથા રતનભાઈ ચૌધરીના સહયોગથી મહા સમૂહપ્રસાદનું આયોજન કરવામાં આવેલ. સમગ્ર વ્યવસ્થા પૂજારી કીર્તિભાઈ પરમારે સંભાળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *