પડાણા સીમમાં ગેરકાયદેસર સંગ્રહિત શંકાસ્પદ સી. પી.યુ તેલ સાથે એક ની અટકાયત

ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસએ પડાણા સીમ ખાતે આવેલ ગ્લો ઈન્ડિયા નાઈસલૂક પ્રા. લી. કંપનીની એક ઓરડીમાં રેઇડ કરી ગેરકાયદેસર રીતે સંગ્રહિત શંકાસ્પદ સી.પી.યુ. તેલનો જથ્થો કબ્જે કર્યો હતો. બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન રમેશકુમાર અશોકકુમાર અરોળા (ઉ.વ. ૩૬)ને સ્થળ પરથી પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીના કબ્જાની ઓરડીમાંથી કુલ ૩૨૫ લીટર શંકાસ્પદ સી.પી.યુ. તેલ મળ્યું હતું, જેમાં ૩૫ લીટરના ૭ કેરબા (૨૪૫ લીટર) અને ૨૦ લીટરના ૪ કેરબા (૮૦ લીટર)નો સમાવેશ થાય છે. કબ્જે કરાયેલ મુદામાલની કુલ કિંમત રૂ. ૧૯,૫૦૦/- હોવાનું જણાવાયું છે.આ મામલે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ અને ૩૫(૨)(ઈ) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.