ગુજરાત માટે ચિંતાજનક સમાચાર: સુપર ટાયફૂન ‘બાવી’ના કારણે વરસાદ ધીમો પડશે, સેટેલાઇટમાં વાદળો ગાયબ

image-137

copy image

પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલા સુપર ટાયફૂન ‘બાવી’ની સીધી અસર હવે ભારતના ચોમાસા પર જોવા મળી રહી છે. સેટેલાઇટ ઇમેજમાં ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાંથી વાદળો ગાયબ થતા દેખાઈ રહ્યા છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ફિલિપિન્સ નજીક સર્જાયેલું સુપર ટાયફૂન ‘બાવી’ હાલ તાઇવાન અને ચીન તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાની અસર લગભગ 3 થી 4 હજાર કિલોમીટર દૂર બંગાળની ખાડી સુધી પહોંચી છે. જ્યાં સુધી આ સિસ્ટમ ચીન તરફ ન આગળ વધે, ત્યાં સુધી બંગાળની ખાડીમાં વરસાદ લાવનારી નવી સિસ્ટમ બનવાની શક્યતા નહિવત છે. આના કારણે આગામી 2 દિવસમાં ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં ચોમાસું ધીમું પડી શકે છે અને વરસાદનું પ્રમાણ ઘટી શકે છે. હાલ સેટેલાઇટ તસવીરોમાં પણ ગુજરાત પર વરસાદી વાદળોની ગેરહાજરી સ્પષ્ટ જોવા મળી રહી છે.